મોરબી : 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શન અન્વયે મોરબી જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ અને વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે માર્ગદર્શન અને આડ અસર વગરની હોમિયોપેથી સારવાર અંગે સમજણ આપવામાં આવશે.આ કેમ્પ 7 એપ્રિલના રોજ ટંકારાના નાના ખીજડીયા ખાતે યોજાશે. ત્યારબાદ 8 એપ્રિલના રોજ મોરબીના કૃષ્ણ નગર કોયલી ખાતે, 9 એપ્રિલના રોજ માળિયા (મિયાણા)ના સરવડ ખાતે અને હળવદ તાલુકામાં એક કેમ્પ યોજાશે. 10 એપ્રિલના રોજ એક મેગા કેમ્પ મોરબીમાં યોજાશે. જેમાં મોરબી જિલ્લાના સરકારી હોમિયોપેથી મેડિકલ ઓફિસર ડો. જે.પી. ઠાકર, ડો. એન. સી. સોલંકી અને ડો. હેતલબેન હળપતિ સેવા આપશે.