હળવદ : ઉનાળો શરૂ થતાં જ આગના બનાવો છાસવારે બની રહ્યા છે. તેવામાં આજે હળવદ રેલવે સ્ટેશનમાં એક કાર પાર્ક કરાયેલી હતી તેમાં કોઈ કારણોસર ઓચિંતી આગ લાગી હતી. આ મામલે જાણ થતા પાલિકાના ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.