અત્યાર સુધીમાં 43માં કેમ્પમાં કુલ 12,686 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા. 4-4-2025 ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મોરબી સતવારા સમાજના અગ્રણી જેઠાભાઈ દેવકરણભાઈ ડાભી પરિવારના સહયોગથી વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો કુલ 315 દર્દીઓએ લાભ લીધો હતો. ઉપરાંત 126 લોકોને નિઃશુલ્ક નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવ્યુ હતું. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. નં. 9825082468, નિર્મિતભાઈ કક્કડ મો.નં. 9998880588, હરીશભાઈ રાજા મો. નં. 9879218415, અનિલભાઈ સોમૈયા મો. નં. 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 42 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 12,371 લોકોએ લાભ લીધો હતો. તેમજ 5658 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.