મોરબી : ઓમનગર (ખા.) ગામે તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ શેરસીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરનો 12મો વાર્ષિક પાટોત્સવ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.પાટોત્સવ પ્રસંગે આજે 4 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે બહુચરાજી માતાજીના મંદિરે રાસ-ગરબાનું આયોજન કરાયું છે. 5 એપ્રિલે સવારે 9-30 કલાકે નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે. સવારે 6-15થી યજ્ઞની વિધિ શરૂ થશે અને બપોરે 12-30 કલાકે બીડું હોમવામાં આવશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.