યજ્ઞ, બટુક ભોજન, બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહાપ્રસાદનું આયોજનટંકારા : ટંકારાના મોટા રામપર ગામે બિરાજતા સ્વયંભૂ શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ તા. 12-4-2025 ને શનિવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ઉજવણી દરમ્યાન યજ્ઞ, બટુક ભોજન, બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ગામજનો, સેવકગણ, તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા મહા પ્રસાદનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. યજ્ઞ સવારે 7 કલાકે, બટુક ભોજન સવારે 9 કલાકે, બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહા પ્રસાદ બપોરે 11 કલાકે રાખવામાં આવ્યો છે. આ આયોજનમાં ગ્રામમજનો તથા સેવક ગણ તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન કરવા તથા પ્રસાદ લેવા પધારવા જગ્યાના મહંત ભરતદાસબાપુ કુબાવતની યાદીમાં જાણવામાં આવ્યું છે.