મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રામનવમી અને મહાવીર જયંતિ નિમિતે કતલખાના બંધ રાખવા તેમજ નોનવેજનું વેચાણ બંધ રાખવા મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આગામી તા.૦૬/૦૪/૨૦૨૫ના રોજ રામનવમી નિમિતે તથા તા.૧૦/૦૪/૨૦૨૫ના રોજ મહાવીર જયંતિ નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વવે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી. તેમ મ્યુનિસિપલ કમિશનરની યાદીમાં જણાવાયું છે.