મોરબી : સીમા જાગરણ મંચ મોરબી દ્વારા તારીખ 5 એપ્રિલના રોજ રાષ્ટ્ર આરાધન થી સીમા સંવર્ધન વિષય પર રાષ્ટ્ર આરાધન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબીના માળિયા બાયપાસ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સવારે 9 કલાકે યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. સંજીવભાઈ ઓઝા (મા. વિભાગ સંઘસંચાલકજી રાજકોટ, આરએસએસ, પૂર્વ કુલપતિ, આયુર્વેદ વિશ્વવિદ્યાલય-જામનગર) ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપશે.આ કાર્યક્રમમાં નિર્ગુણજીવન સ્વામી આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબીના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, અને જયદિપ એન્ડ કું.ના દિલુભા જાડેજા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સીમા જાગરણ મંચના સૌરાષ્ટ્ર સંયુક્ત પ્રાંત સંયોજક જીવણભાઈ આહિર વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના સંયોજક રમેશભાઈ કૈલા અને સહ સંયોજક આર્યનભાઈ ત્રિવેદી છે.