મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોરબી પ્રખંડમાં તા. 12-4-2025 સુધી અલગ-અલગ વિસ્તારોના મંદિરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તા. 3-4-2025ના જિલ્લા સાપ્તાહિક સત્સંગ કેન્દ્ર તથા રામ જન્મોત્સવનો કાર્યક્રમ રાધાકૃષણ મંદિર, વાઘપરા મેઈન રોડ, મોરબી ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વિશેષ અધિકારી કેન્દ્રીય (અખિલ ભારતીય) સહમંત્રી સત્સંગ પ્રમુખ શ્રીદાદા વેધકજી અને સૌરાષ્ટ્ર પ્રાંત સત્સંગ પ્રમુખ પ્રકાશભાઈ પનારાનું માર્ગદર્શન મળ્યુ છે. ત્યારે આજે તા. 4-4-2025ના રોજ આશ્રમ, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી, તા.5-4-2025ના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિર, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે, મોરબી-2, તા. 7-4-2025ના રોજ અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ. કોલેજ રોડ, સામાકાંઠે, મોરબી-2, તા. 8-4-2025ના રોજ રામમંદિર, વજેપર, મોરબી, તા. 9-4-2025ના રોજ રામજીમંદિર, માધાપર, મોરબી, તા. 10-4-2025ના રોજ પંચમુખી હનુમાનજી મંદિર, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી, તા. 11-4-2025ના રોજ બજરંગબલી મંદિર, રોહીદાસપરા, આંબેડકર નગર, મોરબી ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે. ત્યારે વિહીપ મોરબીમાં રહેતા તમામ હિન્દુ સમાજને આ રામ જન્મોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આહવાન કરાયું છે. તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તા. 6-4-2025ના રોજ ભગવાન શ્રી રામજીની ભવ્ય વિજય શોભાયાત્રા નિકળવાની છે તેમા પણ બહોળી સંખ્યામાં હાજર રહેવા જણાવાયું છે.