હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ભવાનીનગર સામેના વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અકબર ઉર્ફે હક્કાભાઈ વલીભાઈ કટિયા રહે.ભવાનીનગર ઢોરો વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 720 કબજે કર્યા હતા. વધુમાં આરોપીએ વરલી મટકાના આ જુગારના કિસ્સામાં આરોપી રવિ ભૂરાભાઈ રબારી રહે.ભવાનીનગર વાળાની સંડોવણી કબુલતા પોલીસે રવીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.