મોરબી : રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2024 - 2025 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં મોરબી જિલ્લાની નાની વાવડી કન્યા તાલુકા શાળામાંથી 17 વિદ્યાર્થિનીઓએ આ પરીક્ષા આપી હતી અને તે તમામ વિદ્યાથિનીઓ સારા માર્કસ સાથે પાસ થઈને શાળાને 100% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના શિક્ષકો, આચાર્ય તેમજ ગ્રામજનોએ તમામ વિદ્યાર્થિનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે.