જનસેવા કેન્દ્રમાં જ પુરવઠાની ઓફિસ કરી નખાઇ મોરબી : મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આવકના દાખલા માટે અરજદારોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. કલાકો સુધી અરજદારોને અહીં કતારમાં ઉભું રહેવું પડતું હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં જ્યાં જન સેવા કેન્દ્ર હતું. ત્યાં જ હવેથી પુરવઠાની કચેરીનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ અહીં આવકના દાખલા કઢાવવા એક જ ઓપરેટર હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે. સવારના 10:30 વાગ્યાના અરસામાં જ અંદાજે 50 જેટલા અરજદારોની કતાર અહીં જોવા મળે છે.