માળિયા : માળિયા મિયાણા નગરપાલિકામાં આજે ડે. કલેકટર ડી.વી.ડોબરીયા અને ચીફ ઓફિસર તુષાર ઝાલરીયાની ઉપસ્થિતિમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે જેનાબેન હારૂનભાઈ સંધવાણી પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે જે માળિયા નગરપાલિકામાં 23 બેઠક કોંગ્રેસ પાસે અને એક બેઠક ભાજપ પાસે છે.