6 થી 10 એપ્રિલ સુધી માધવપુરના મેળામાં રજૂ થશે અદભુત કાર્યક્રમોમોરબી : પોરબંદરના માધવપુરના મેળા નિમિત્તે આ વર્ષે ગુજરાત અને નોર્થ ઈસ્ટ રાજ્યના કલાકારો દ્વારા પ્રથમ વખત ગુજરાતના વિવિધ શહેરોમાં ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ રજૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય સંસ્કૃતિનો અદભુત મહોત્સવ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં 1 એપ્રિલે સુરતમાં કાર્યક્રમ યોજાયો હતો. 2 એપ્રિલે વડોદરા ખાતે, 3 એપ્રિલે અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.આજે તારીખ 5 એપ્રિલના રોજ સોમનાથ ખાતે સોમનાથ મંદિર ખાતે સાંજે 7 વાગ્યે આ અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જ્યારે 6 થી 10 એપ્રિલ દરમિયાન માધવપુરના મેળામાં સાંજે 6 કલાકેથી દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. 10 એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળ સાંજે 7 વાગ્યે આ કાર્યક્રમ પ્રસ્તુત થશે. આ કાર્યક્રમમાં મોરબી સહિત રાજ્યના અન્ય કલાકારો પણ પોતાની કલાની પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમને માણવા માટે ફ્રી એન્ટ્રી છે પરંતુ BookMyShow પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ટિકિટ બુક કરવા માટે in.bookmyshow.com/events/madhavpur-fair-2025-surat/ET00439852 લિંક પર જઈને બુકિંગ કરવા જણાવાયું છે.