મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર રોડ ઉપર સર્કિટ હાઉસ પાસે આવેલ સનમુન સ્પામાં ચેકીંગ કરતા સ્પા સંચાલક ભાવેશ સદાશિવ ખામકાર ઉ.30 રહે.વિકાસ શોપિંગ સેન્ટર, મોરબી મૂળ રહે.વડોદરા વડોદરા વાળાએ પોતાના સ્પામાં કામ કરતી સ્પા વર્કર્સની માહિતી પોલીસ સ્ટેશનમાં જમાં ન કરાવી હોય બી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.