હળવદથી ત્રણ મિત્રો વચ્છરાજ દાદાના દર્શન કરવા જતા હતા ત્યારે સર્જાયો અકસ્માતહળવદ : હળવદ શહેરમાંથી ત્રણ મિત્રો કાર લઈ કચ્છના નાના રણમાં આવેલ વચ્છરાજ દાદાના દર્શન કરવા માટે નીકળ્યા હતા.ત્યારે મંદિરથી એકાદ કિલોમીટર દૂર રણમાં ઓચિંતા કાર પલટી મારી જતા કારમાં સવાર ત્રણ મિત્રોમાંથી એકનું મોત નીપજ્યું છે.જ્યારે બે ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવેલી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે ગુરુવારે હળવદ શહેરમાં આવેલ દરબાર નાકા ખાતે નાળોદા શેરીમાં રહેતા વનરાજભાઈ પાચણભાઈ સિંધવ અને તેમના બે મિત્રો સ્વીફટ કાર જીજે ૧૩ એનએન ૫૭૧૯ લઈને કચ્છના નાના રણમાં આવેલ શ્રી વચ્છરાજ દાદાના દર્શન કરવા માટે નીકળ્યા હતાં.ત્યારે રણમાં વચ્છરાજ દાદાના મંદિરથી એકાદ કિલોમીટર દૂર કાર ઓચિંતા પલટી મારી જતા વનરાજભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે તેમના બે મિત્રોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે મૃતકની લાશને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.