ટંકારા : ટંકારામાં તારીખ 4, 5 અને 6 એપ્રિલ સવારે 5:30 થી 7:30 મહાલય પરિસર ખાતે ટંકારા યોગ ટીમ દ્વારા આયોજિત રોગાનુસાર યોગ મહા અભિયાન શિબિરની આજે શરૂઆત થઈ ગઈ છે. શિબિરના પ્રથમ દિવસે અનેક પરિવારો એકી સાથે યોગ કરી શાંતિ અને સહજતા સાથે સુંદર શરીરને આધ્યાત્મિક માર્ગની દિશા તરફ આગળ વધવાની સાથે ટેવ થકી તકલીફ હટાવી ખાન, પાન, આળસ, સુસ્તી, તણાવ, અનિદ્રા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી યોગ તરફ એક કદમ આગળ વધાર્યું હતું.આયોજન કરનાર ટીમે હજુ બે દિવસ આ મહા અભિયાન શરૂ છે ત્યારે પરિવાર સાથે જોડવા અપિલ કરી છે. વધુ માહિતી માટે મો.નં. 9558926180 અથવા 9687442735 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.