માળિયા (મિયાણા) : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે માળીયા (મિયાણા) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરી છે. જેમાં નેરા સુહાના, ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા મુસ્કાન, ડાંગર બંશ્રી, બકુત્રા મમતા, હેગલીયા આરતી, ટોરીયા કરણ અને કોઠીવાર મહિપતનો સમાવેશ થાય છે. આ તકે એમના માર્ગદર્શક શિક્ષક એવા રાકેશભાઈ ફેફર, અલ્પેશભાઈ મોવલીયા, શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા અને સમગ્ર શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.