મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા બે ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા. હવે એક દરવાજો વધારીને કુલ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. હવે પાણીનો નિકાલ 2396ની બદલે 3513 ક્યુસેક થઈ રહ્યો છે.