એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી મહાપાલિકાને રોડની કિનારીએથી દરરોજ ધૂળના ઢગલા ઉપાડવા કરી અપીલમોરબી : મોરબીના રોડ ઉપર ઊડતી ધૂળથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ત્યારે શનાળા રોડ ઉપર સફાઇ બાદ ધૂળના ઢગલા રોડના કિનારા ઉપર જ રાખી દેવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું છે. એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેને જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી શનાળા રોડ ઉપર રાત્રીના સમયે સફાઇ કર્મચારીઓ દ્વારા સફાઈ કરીને ધૂળના ઢગલા ફૂટપાથની કિનારીએ રાખી દેવામાં આવે છે. આ ધૂળના ઢગલા અહીંથી ઉપડવામાં ન આવતા હોવાથી સવારે વાહનોની અવર જવર થતા જ આ ધૂળ ઉડયા રાખે છે. આમ આ ઘટના ક્રમ ચાલ્યો જ આવે છે. જો ધૂળના ઢગલા ઉપાડવામાં આવે તો વાહનચાલકોને ધૂળથી રાહત મળી શકે તેમ છે.