મોરબી : ખરેડા ગામે ડાભી (ભરવાડ) પરિવારના કુળદેવી ધાવડી માતાજી તથા મચ્છુ માતાજીના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલ તારીખ 4 એપ્રિલ થી 6 એપ્રિલ સુધી ધામધૂમથી યોજાશે.ધાવડી માતાજી તથા મચ્છુ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખરેડા ગામે સમસ્ત ડાભી (ભરવાડ) પરિવાર દ્વારા મંગલમય અવસરોની ઉજવણી કરવામાં આવશે. જેમાં 4 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે મહોત્સવનો પ્રારંભ થશે. ત્યારબાદ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, મંડપ પૂજન, પંચાંગ કર્મ, ગ્રહ સ્થાનપ પૂજા અને યજ્ઞ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. બીજા દિવસે 5 એપ્રિલના રોજ ગણપતિ પૂજન, જળયાજ્ઞા, પ્રાતઃ પૂજા, વાસ્તુ પૂજા, કુટીર હોમ, સ્થાપિત હોમ, શોભાયાત્રા-નગરયાત્રા અને ધાન્યાધિવાસ યોજાશે. ત્રીજા દિવસે 6 એપ્રિલના રોજ સવારે 9-30 કલાકે પ્રતિષ્ઠા પૂજન થશે અને સવારે 10 કલાકે મૂર્તિ નિજ મંદિરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ચાર દિશાના દેવોની પૂજા, ધ્વજ દંડ પૂજન, કળશ પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી અને બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ પ્રસંગે યોજાનાર યજ્ઞના આચાર્ય પદે રાજુભાઈ મહેતા (ખરેડાવાળા) બિરાજશે. 5 એપ્રિલે યોજાનાર શોભાયાત્રામાં લાઈવ ડીજે રહેશે. 6 એપ્રિલે રાત્રે 9 કલાકે ભવદિપભાઈ રાવળ સહ ગ્રુપ ડાક-ડમરૂની રમઝટ બોલાવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિવિધ સંતો-મહંતો પણ પધારશે.