મોરબી : મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી ચાલતા માર્ગ સુરક્ષા અભિયાનમાં મોરબીની સેન્ટર પોઈન્ટ વિદ્યાલય અને નિર્મલ વિદ્યાલયના કોમર્સના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને માર્ગ સુરક્ષાના નિયમોની સમજણી આપી હતી.મોરબીની સેન્ટર પોઈન્ટ વિદ્યાલય અને નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આજે મોરબીના રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવ્યું હતું અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટ્રાફિક પોલીસના સહકારથી વિદ્યાર્થીઓએ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ સાથે રહીને વાહનચાલકોને ટ્રાફિક નિયમન કરાવ્યું હતું. સાથે જ પેમ્પલેટ વિતરણ કરીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.