મોરબી : અણિયારી ગામે આગામી તારીખ 6 એપ્રિલ ને રવિવારે રામનવમીના દિવસે સ્વ. રમેશભાઈ રામજીભાઈ બાવરવાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વ. રમેશભાઈ બાવરવાના પરિવાર દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી રવિવારે સવારે 8 થી 10 કલાકે અણિયારી ગામે પટેલ સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર થનાર રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મળી રહે તેવા શુભ આશયથી આ કેમ્પનું આયોજન કરાયું છે. તો સૌને રક્તદાન કરવા જણાવાયું છે.