રૂ.67 લાખનો રોબોટ એકદમ સરળ રીતે મેનહોલમાંથી કચરો કાઢી તેના બકેટમાં ભરી લેશેમોરબી : મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરના અનેક પ્રશ્નો છે. ત્યારે મહાપાલિકા દ્વારા આ પ્રશ્નો નિવારવાના પ્રયાસ રૂપે એક રોબોટ વસાવવામાં આવ્યો છે. જે મેનહોલની સફાઈ એકદમ સરળતાથી કરી દેશે. આ અંગે વિગતો આપતા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ભૂગર્ભ ગટરના મેન હોલની સફાઇ કરતો આ રોબોટ રૂ. 67 લાખનો છે. તેમાં બકેટ પણ આવે છે. મેન હોલમાંથી કચરો કાઢીને આ રોબોટ બકેટમાં લઈ લેશે. વધૂમાં તેઓએ ઉમેર્યું કે મેન હોલની સફાઈ માટે હાલ મહાપાલિકા પાસે ત્રણ ગ્રેબ બેકેટ ચાલુ છે. આ રોબોટ આવવાથી કામમાં હવે 30 ટકા ફરક પડશે.