નાલામાંથી જેસીબી વડે કચરો કાઢવાની કામગીરી હાથ ધરાઈ : દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે સામાકાંઠે અરૂણોદય સર્કલ પાસે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મહાપાલિકાના વિવિધ વિભાગના સ્ટાફ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મોરબીના સામાકાંઠે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરૂણોદય સર્કલથી ઉમા ટાઉનશીપ રોડ વચ્ચે સફાઈ કરવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર સંજય સોનીની આગેવાનીમાં મહાપાલિકાના વિવિધ વિભાગો જોડાયા છે.આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે પખવાડિયામાં એક ગુરૂવારે શ્રમદાન ફોર મોરબી ઝુંબેશ અંતર્ગત સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે. જે અન્વયે આજે અહીં સફાઇ કરવામાં આવી રહી છે. આ સાથે મેં મહિનાની બદલે અત્યારે જ નાલા સાફ કરી પાણી નિકાલની જગ્યા કરવામાં આવી રહી છે. ઉપરાંત અહીં દબાણ જે છે તે પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.