આ સ્પર્ધામાં 18 વર્ષ કે તેથી વધુ વર્ષના દરેક ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશેમોરબી : વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા આગામી રામનવમીના દિવસે તા. 6-4-2025ના રોજ મોરબી, લાલપર, મકનસર, વાંકાનેર, થાન, રાજકોટ, ગ્રામ્ય વિસ્તારના વરિયા પ્રજાપતિ સમાજના ભાઈઓ તેમજ બહેનો માટે રામાયણ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ દરેક ભાઈઓ તેમજ બહેનો રામાયણના વાંચન તરફ દોરવાનો અને રામાયણને સમજીને જીવનમાં અનુંસારવાનો મૂલ્યલક્ષી પ્રયત્ન કરેલ છે. આ પરીક્ષામાં ભાગ લેનાર દરેક ભાઈઓ-બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં 18 વર્ષ કે તેથી વધુ વર્ષના દરેક ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે.આ પરીક્ષા રામ નવમીના દિવસે તા. 6-4-2025ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે વરીયા મંદિર ખાતે યોજાશે. જેમાં 25 માર્કસનું પેપર રહેશે. તેમજ 25 માર્કસ, 25 પ્રશ્ન -એક શબ્દમાં જવાબ રામાયણ પર આધારિત પ્રશ્ન હશે. તો આ પરીક્ષામાં ભાગ ઇચ્છુકે નામ નોંધાવવા માટે જયેશ બારેજીયા મો. નં. 9879399058, રાહુલ ધરોડીયા મો. નં. 8758010848 અને પુનમબેન અંદોદરીયા મો. નં. 9687155155 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.