મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જિલ્લા દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાશે.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જિલ્લા દ્વારા આગામી તારીખ 6 એપ્રિલ ને રવિવારના રોજ સનાતન હિન્દુ ધર્મનાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બપોરે 11 કલાકેથી પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ, બપોરે 12 કલાકે મહાઆરતી અને ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના દરેક રામભક્તોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જિલ્લાના અધ્યક્ષ સી.ડી.રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ તથા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ નિમંત્રણ પાઠવ્યું છે.