મોરબી તાલુકા પોલીસ અને પીજીવીસીએલની કામગીરી : રૂ.2.5 લાખનો દંડ પણ ફટકારાયોમોરબી : મોરબી તાલુકા પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખી ફડસર ખાતે દારૂના ગુનામાં સંડોવાયેલા એવા પૂર્વ સરપંચના ઘરે જઈ ગેરકાયદે વીજ કનેક્શન કાપી રૂ.2.5 લાખનો દંડ ફટકાર્યો છે.મોરબી જિલ્લામાં રાજ્ય પોલીસવડાના આદેશને પગલે અસામાજિક તત્વો સામે છેલ્લા 15 દિવસથી તવાઈ બોલી રહી છે. ત્યારે મોરબી તાલુકાના ફડસર ગામે પૂર્વ સરપંચ ભરત બચુભાઇ કુંભારવાડિયા જેઓ દારૂના ગુનામાં સંડોવાયેલા હોય તેઓના ઘરે તાલુકા પીઆઇ એસ.કે. ચારેલ, એએસઆઈ એ.પી. જાડેજા સહિતની ટીમે પીજીવીસીએલની ટીમને સાથે રાખી તપાસ કરતા તેમણે ગેરકાયદેસર વીજ જોડાણ લીધા હોવાનું માલુમ પડતા તેમનું તાત્કાલિક વીજ જોડાણ દૂર કરી અને અઢી લાખનો દંડ ફટકાર્યો હતો. આ અંગે પીઆઇ ચારેલે જણાવ્યું હતું કે હજુ આગામી સમયમાં અન્ય બુટલેગરો વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.