મોરબી : રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2024 - 2025 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની ગોર ખીજડિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે. જેમાં ગોર ખીજડિયા પ્રાથમિક શાળામાંથી 16 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તમામ 16 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 100% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના શિક્ષકો, આચાર્ય તેમજ ગ્રામજનો આ બધા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે.