માળિયા (મિયાણા) : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ અટલ સ્વાનત સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તારીખ 3 એપ્રિલના રોજ માળિયા ઘટકના વવાણિયા ગામે માતૃશ્રી રામબાઈ મા મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.માતૃશ્રી રામબાઈ માના સાનિધ્યમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને માતૃશ્રી રામબાઈમાં જગ્યાના સંત પ્રભુદાસ મહારાજ, મંદિરના પ્રમુખ જશુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ જેસંગભાઈ હુંબલ, ટ્રસ્ટી જેઠાભાઈ મિયાત્રા, ખજાનચી મેણદભાઈ ડાંગર તથા ટ્રસ્ટીગણો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત માળિયા ઘટકની આશરે 200 સગર્ભા મહિલા લાભાર્થીને અઠવાડિયામાં એક વાર તેમ 3 મહિના સુધી સુખડી આપવાની હોય તે હેતુથી આજે અન્નપૂર્ણા દેવી માતૃશ્રી રામબાઈ મા મંદિર વવાણિયા ટ્રસ્ટ દ્વારા મંદિરની જ ગૌ શાળાની ગાયના શુદ્ધ ઘીમાંથી તૈયાર કરેલી સુખડી સગર્ભા મહિલાઓને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.