ટંકારા : ટંકારાની ભાગોળે આવેલા દ્વારકાધીશ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરના સમયે ઓચિંતી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રૂનો જથ્થો અહીં મોટા પ્રમાણમાં સળગી ગયો છે. હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં ગરમી શરૂ થતાં જ આગની ઘટનાઓ સામે આવી રહી છે. આ જીનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.