જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન આયોજિત કાર્યક્રમમાં જૈનોના તમામ ફીરકાઓ જોડાઇ એકસાથે - એક સુરમાં સંગઠિત થઈ પવિત્ર નવકાર મંત્રનાં જાપ કરશેમોરબી : જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) દ્વારા વર્લ્ડ નવકાર દિવસના કાર્યક્રમનું રાજકોટના આંગણે હેમુગઢવી હોલ, ટાગોર રોડ ખાતે તા. 9 એપ્રિલ, 2025 ના રોજ સવારે 8.01 થી 8.48 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈનોના તમામ ફીરકાઓ જોડાઇ એક સાથે, એક સુરમાં, સંગઠિત થઈ પવિત્ર નવકાર મંત્રનાં જાપ કરવાના છે. આ આહલાદક અનુભવનો ભાગ બનવા તમામ જૈનોને સૌરાષ્ટ્ર JITO ચેરમેન હેમલભાઈ શાહે આમંત્રણ પાઠવ્યું છે. સાથે તેઓએ જણાવ્યું છે કે 9 એપ્રિલ એટલે નવકાર દિવસનાં રૂપમાં પ્રસ્થાપિત થાય એવા શુભ આશયથી દુનિયાભરનાં લગભગ 108 દેશોના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેનો મુખ્ય ઉદ્દેશ દુનિયા માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સકારાત્મકતા તથા તમામ જીવો ને શાતા ઊપજે એવો છે.શ્રી નવકાર મંત્ર આધ્યાત્મિક વિકાસ અને આત્મ-જાગૃતિને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે. પોતાને અને બ્રહ્માંડની ઊંડી સમજ મેળવવા માંગતા લોકો માટે તે એક શક્તિશાળી મંત્ર છે.મંત્રના સ્પંદનો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમમાં આકર્ષક ઇનામ સાથે નો લકી ડ્રો પણ રાખેલ છે. નવકાર દિવસની ઉજવણીમાં જોડાવા માટે JITO રાજકોટ પરિવાર આપને હૃદય થી આમંત્રણ પાઠવે છે.તો આવો આ અભૂતપૂર્વ પળ નાં સાક્ષી બનીએ અને સાથે મળીને શ્રી નવકાર મંત્રનાં જાપમાં જોડાઈએ. તેમ તેઓની યાદીમાં જણાવાયું છે.