31.93 મીટરનો ડિસ્કસ થ્રો કરી નવો રાજ્ય રેકોર્ડ બનાવ્યોમોરબી : ગુજરાત એથ્લેટિક્સમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી છે. જેમાં મોરબી OSEM CBSE સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતા અમન રામભાઈ કુશવાહાએ ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. અમને 31.93 મીટરના થ્રો સાથે નવો રાજ્યકક્ષાએ નવો રેકોર્ડ બનાવ્યો. અમનના રેકોર્ડબ્રેક પ્રદર્શન બાદ તેને કોચ, પરિવાર અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો. આ દરમ્યાન અમને કહ્યું કે, હું લાંબા સમયથી આ ક્ષણ માટે સખત મહેનત કરી રહ્યો છું, અને રાજ્યકક્ષાનો રેકોર્ડ તોડવો એ એક સ્વપ્ન સાકાર થવા જેવું લાગે છે. હું સુધારો કરવાનું ચાલુ રાખવા અને ઉચ્ચ સ્તરીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની આશા રાખું છું.રમતગમત ઉત્સાહીઓ અને અધિકારીઓએ તેમના અદ્ભુત પરાક્રમની ખૂબ પ્રશંસા કરી છે. અમનની આ સિધ્ધી બદલ સંસ્થાના ડિરેક્ટર સુમંત સર, સિદ્ધાર્થ સર, અને સુર્યરાજ સર અને પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમએ પણ અમનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.