લીંબુના ભાવમાં પ્રતિ મણે 200 રૂપિયાનો વધારોમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 2 એપ્રિલ ને બુધવારના રોજ ઘઉં, કપાસ, મગફળી, જીરું, સફેદ ચણા, મેથી, ઈસબગુલ, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 4032 ક્વિન્ટલ એટલે કે 20160 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 571 રૂપિયા સુધી બોલાયા છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 255 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ઉંચા ભાવ 1500 બોલાયા છે. જીણી મગફળીના પ્રતિમણ 1000, જીરુંના 4200, સફેદ ચણાના 1700, મેથીના 995, ઈસબગુલના 2510, તુવેરના 1400, ચણાના 1048, એરંડાના 1208, રાયના 1195 અને રાયડાના 1050 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.