ટંકારા : ટંકારા તાલુકાની પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જાદવ શિવમ બાલુભાઈએ આ વર્ષે આયોજિત જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં કુલ 80 વિદ્યાર્થીઓ પાસ થાય હતા. તેમાં જાદવે 19 મો ક્રમ મેળવ્યો છે. આ અનોખી સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર અને ગામના સરપંચ તેમજ સમગ્ર ગામલોકોએ વિદ્યાર્થી અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સજનપર પ્રાથમિક શાળામાં બાળકોના વિકાસ માટે શિક્ષકો દ્વારા જવાહર નવોદય, CET, NMMS, PSE અને જ્ઞાનસાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિયમિત તૈયારી કરાવવામાં આવે છે. આ અનોખી સિદ્ધિ બદલ તમામ શિક્ષકોને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા છે.