ટંકારા પોલીસે રૂ.૧.૬૩ લાખની રોકડ સહિત રૂ.૬.૯૩ લાખનો મુદામાલ કબ્જે કર્યોટંકારા : લજાઈ ચોકડી પાસે એક ગોડાઉનમાં ચાલતા જુગારધામ ઉપર ટંકારા પોલીસે દરોડો પાડીને પત્તા ટીચતા મોરબીના સિનિયર સિટીઝનો સહિતના છ લોકોને રૂ. ૧.૬૩ લાખની રોકડ સાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસને બાતમી મળેલ કે, નરેશભાઇ ઇશ્વરભાઈ પટેલ રહે. મોરબી રામકો બંગ્લોઝ પાછળ વાળાએ લજાઇ ગામની સીમ લજાઇ ચોકડી પાસે નામ વગરનું કારખાનું (ગોડાઉન) ભાડેથી રાખી તેમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. જેના આધારે રેડ કરતા નરેશભાઇ ઇશ્વરભાઇ ચાપાણી ઉ.વ. ૪૪ રહે. મોરબી લીલાપર રોડ, ગજાનંદ સોસાયટી, ધનજીભાઈ ગોરધનભાઈ બરાસરા ઉ.વ. ૬૯ રહે. મોરબી એસ.પી. રોડ, દેવ એપાર્ટમેન્ટ ફ્લેટ, પ્રભુભાઈ નરભેરામભાઈ દેત્રોજા ઉ.વ. ૬૨ રહે. મોરબી એસ.પી. રોડ, આદીત્ય એપાર્ટમેન્ટ, મહાદેવભાઇ નરશીભાઇ રંગપરીયા ઉ.વ. ૬૦ રહે. ધુનડા (સજનપર), વાઘજીભાઇ બચુભાઇ રંગપરીયા ઉ.વ. ૫૧ રહે. નવાગામ (લખધીરનગર) અને અમૃતભાઈ પીતામ્બરભાઈ જીવાણી ઉ.વ. ૬ર રહે. મોરબી બાયપાસ શીવ ધારા એપાર્ટમેન્ટને પકડી લેવામાં આવ્યા છે.આ સાથે રોકડ રૂ.૧,૬૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૩૦,૦૦૦/- તથા કાર કી.રૂ.૫,૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૬,૯૩,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ કે.એમ.છાસીયા, ASI ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, હરપાલસિંહ ઝાલા, PC પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, રૂતુરાજસિંહ જાડેજા સહિતના રોકાયેલ હતા.