મોરબી : એપ્રિલ મહિનામાં આવનારા રામનવમી તથા મહાવીર જયંતીના તહેવારો દરમિયાન ટેમ્પરરી સ્ટોલ ઉભા કરવા માટે મોરબી મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવા જણાવ્યું છે.મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે, રામનવમી તથા મહાવીર જયંતીના તહેવારો દરમિયાન ટેમ્પરરી સ્ટોલ ઉભા કરવા માટે મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવી પડશે. જે માટે મહાનગરપાલિકા કચેરીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે. અરજીની સાથે અરજદારનું ઓળખપત્ર (આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ/પાનકાર્ડ), સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગત, વ્યવસાય સંબંધિત જરૂરી લાઈસન્સ (જો જરૂરી હોય તો) આપવાનું રહેશે. અરજીની ચકાસણી બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે. મંજૂર થયેલી અરજી માટે નક્કી કરેલી ફી ભરી રસીદ મેળવી મંજૂરીની નકલ મંજૂર થયેલ જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 5-4-2025 છે. મહાનગરપાલિકા દ્વારા નક્કી થયેલી રકમ ચાર્જ તરીકે ભરવાની રહેશે.