મોરબી : મોરબી વાહન વ્યવહાર કચેરી દ્વારા આગામી તારીખ 11 એપ્રિલથી ફોર વ્હીલર માટેની નવી સિરિઝ ખોલવામાં આવશે. ફોર વ્હીલર માટે GJ36 AR સિરિઝની ટેન્ડર પ્રક્રિયા તારીખ 11-4-2025ના રોજ બપોરે 4 વાગ્યાથી શરૂ થશે અને 25-4-2025 ને બપોરે 4 વાગ્યા સુધીમાં અરજદારોએ www.parivhan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકાશે.તારીખ 25-4-2025 ને 4 વાગ્યાથી 27-4-2025 ને 4 વાગ્યા સુધી બીડીંગ પ્રોસેસ ચાલશે અને તારીખ 27-4-2025 ને 5 વાગ્યે ઓક્શનનું પરિણામ www.parivhan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. જેથી પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા લોકોએ આ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.