મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા ધીરજભાઈ હરજીવનભાઈ કંઝારિયા આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓ સેવા નિવૃત થઈ વતન પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના વિસ્તારમાં લાલજાજમ પાથરીને સ્વાગત કરાયુ હતું. આ વેળાએ સામૈયુ પણ કરવામાં આવ્યું હતું. આ સ્વાગતમાં પરિવારજનો તેમજ સ્થાનિકોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાઈને જવાનને શુભકામનાઓ પાઠવી હતી.