ટંકારા : વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ, ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા ધીરગુરૂદેવની પ્રેરણાથી ટંકારા ખાતે આવતીકાલે 3 એપ્રિલ ને ગુરૂવારે સવારે 9 થી 1 સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં વિનામૂલ્યે આયુર્વેદ દંત ચિકિત્સા કેમ્પ દાતનાં કેમ્પનુ આયોજન કરવામા આવ્યું છે. આ કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિ જાલંધર બંધ યોગ દ્વારા દાંત, દાઢ કાઢી આપવામાં આવશે. સાથે સાથે ગુરૂદેવના આશીર્વાદથી દાદા દાદીને દાંતની બત્રીસી તદ્દન ફ્રી બનાવી આપવામાં આવશે. આ કેમ્પનો સર્વે ટંકારા તાલુકા વાસીઓને લાભ લેવા વ્યવસ્થાપકે અનુરોધ કર્યો છે. વધુ માહિતી અને નામ નોંધાવવા માટે મો.નં. 9409773674 અથવા 9428204089 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.