મચ્છુ-3 ડેમને ફૂલ કરી દેવાશે, બાકીનું પાણી છોડાશેમોરબી : મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ-3 ડેમનો પણ એક દરવાજો દોઢ ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. બીજી તરફ હેઠવાસના ગામોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવાના હોવાથી બે દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ પાણી મચ્છુ-3 સુધી પહોંચે તે પહેલા જ મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. આ મામલે ડેમના અધિકારીએ જણાવ્યું કે મચ્છુ-2 ડેમમાંથી 389 એમસીએફટી પાણી છોડવામાં આવનાર છે. મચ્છુ-3 ડેમમાં હાલ 149 એમસીએફટી પાણી છે. આ ડેમમાં 200 એમસીએફટી પાણી ભરી તેને ફૂલ કરી દેવામાં આવશે. બાકીનું પાણી છોડી દેવામાં આવશે.