મોરબી : મોરબીના રવાપર ખાતે તારીખ 1 એપ્રિલના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી યોજાયેલા આ લોક ડાયરામાં કલાકાર કૃપાબેન નરેન્દ્રભાઈ વાઘેલા (મોરબી), સુધીરભાઈ ધનજીભાઈ બારોટ (પાટણ લોકસાહિત્યકાર), કનુભાઈ મફાભાઈ તુરી (પૂજા), રમેશભાઈ ધુળાભાઈ જાદવ (પાલનપુર), જયપ્રકાશ સાહેબ (પાટણ વીજળી) સહિતના કલાકારોએ ભવ્ય સંતવાણી, ભજન, શૌર્ય ગીતો, દેશભક્તિ ગીતો, વીર શહીદોના બલિદાનો, ભારત દેશ માટે જેને બલિદાનો આપ્યા છે તેમને યાદ કરી ભારતની મહતતા સમજાય તેવો ભવ્ય લોકડાયરો કાર્યક્રમ હાસ્ય સાહિત્ય સાથે રજૂ કર્યો હતો. આ લોક ડાયરામાં રવાપર ગામના રહીશોએ બોહળા પ્રમાણમાં લાભ લીધો હતો. આ લોક ડાયરામાં ચાવડા નાજાભાઇ જીવાભાઇ, ચાવડા મનીષભાઈ રતિલાલ, બોશિયા કાંતિભાઈ વસ્તાભાઈ, બુશિયા ગેલાભાઈ કરસનભાઈ, હોશિયાર વિનોદભાઈ અમરતભાઈ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.