કોઈ સાઈન બોર્ડ ન લગાવ્યા હોવાથી રાત્રીના અકસ્માત સર્જાયોમોરબી : મહેન્દ્રનગર નજીક ઘુંટુ રોડ ઉપર ખોદેલો રોડ જોખમી બન્યો છે. આજે રાત્રીના અરસામાં એક બાઇક ચાલકને અહીં અકસ્માત નડતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર નજીક ઘુટુ રોડ ઉપર આઈટીઆઈથી આગળ અત્યારે રાત્રીના સમયે એક બાઇક ચાલકને અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત બાઇક ચાલકના સબંધીએ જણાવ્યું કે આ જગ્યાએ ખોદેલો રોડ છે. ત્યાં કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. કોઈ આડસ મુકવામાં આવી નથી. જેના કારણે અનેક અકસ્માત સર્જાયા છે. આજે તેઓના સંબંધી પણ અહી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.હજુ વધુ અકસ્માત સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.