અંતે કચેરી પાછળ વર્ષોથી ખડકાયેલા ભંગાર હટાવવાનું મુહૂર્ત નીકળ્યું : નગરપાલિકા સમયથી કચેરીના કમ્પાઉન્ડમાં પડ્યો છે ભંગારમોરબી : મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરાયેલ ઝુંબેશ અંતર્ગત મોરબી મ્યુનિસિપલ કમિશનરે ઘરઆંગણાને પણ સ્વચ્છ કરવા અંતે કાર્યવાહી શરૂ કરી કચેરીના પાછળના ભાગે ખડકાયેલા ભંગારના ગંજને હટાવવા આદેશ કરતા મહાનગર પાલિકાની ટીમે બે દિવસમાં 20 ટ્રેકટર ભરીને ભંગાર ખસેડયો છે. જો કે, હજુ પણ કચેરીમાં 30 ટ્રેકટર ભરાય તેટલો ભંગાર પડ્યો હોય ભંગાર હટાવવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે.મોરબી નગરપાલિકા સમયથી કચેરીની પાછળના ભાગે જુના વાહનો, અકસ્માત ગ્રસ્ત વાહનો તેમજ અન્ય ભંગારના ખડકલા કરવામાં આવ્યા હોવાથી કચેરીનો પાછળનો ભાગ ભંગારવાડામાં ફેરવાઈ જતા શહેરને સ્વચ્છતાના પાઠ ભણાવી રહેલા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના ધ્યાને આ બાબત આવતા કચેરીને સ્વચ્છ બનાવવા ભંગારને ખસેડવા આદેશ કર્યો હતો જેને પગલે બે દિવસથી ભંગાર હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.વધુમાં મહાનગર પાલિકાની ટિમો દ્વારા કચેરી પાછળ પડેલા આ ભંગારને હાલમાં પંચાસર રોડ સ્થિત નંદીઘર ખાતે ખસેડવામાં આવી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં 20 ટ્રેકટર ભરીને ભંગાર ખસેડી દેવામાં આવ્યો છે અને હજુ પણ 30 ટ્રેકટર ભરાઈ જાય તેટલો ભંગાર પડ્યો હોવાનું મહાનગર પાલિકાના અધિકારીક વર્તુળો જણાવી રહ્યા છે.