રેલ અકસ્માતનું કારણ તપાસ બાદ સામે આવશે, કોઈ જાનહાની નહિમોરબી : વાંકાનેર નજીક માલગાડીનો એક ડબ્બો પાટા ઉપરથી ઉતરી જવાના બનાવ પાછળનું કારણ તપાસ બાદ જ સામે આવશે. વધુમાં હાલ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ધમલપર પાસે યાર્ડના પોઇન્ટ નજીક આજે સાંજે 4 વાગ્યાના અરસામાં એક માલગાડીનો ડબ્બો પાટા ઉપરથી ખડી ગયો હતો. આ મામલે પીઆર વિવેક તિવારીએ જણાવ્યું કે ટ્રેન રતલામ ડિવિઝન તરફ જઈ રહી હતી. જે ડબ્બો પાટા ઉપરથી ઉતરી ગયો તે ખાલી ડબ્બો હતો. આ બનાવનું કારણ તો તપાસ બાદ જ ખબર પડશે. વધુમાં તેઓએ જણાવ્યું કે કોઈ જાનહાની સર્જાઈ નથી. ટ્રેન વ્યવહાર પણ રાબેતા મુજબ જ ચાલુ છે.