કચરો સળગાવતા એક તથા ગંદકી કરતા ૪૧ લોકોને પણ દંડ ફટકારાયોમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં એકી કરતા વધુ ત્રણ લોકોને દંડ ફટકાર્યો છે. આ સાથે ખુલ્લામાં કચરો સળગાવતા એક તથા ગંદકી કરતા ૪૧ લોકોને પણ દંડ ફટકાર્યા છે. મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૨૫ માર્ચથી ૧ એપ્રિલ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૧૪૪૫૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગંદકી કરતા ૪૧ આસામી પાસેથી રૂ. ૧૧૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓપન યુરીનેશન બદલ ૩ આસામીઓ પાસેથી રૂ. ૩૦૦/-તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૧ આસામીઓ પાસેથી રૂ. ૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમ ડેપ્યુટી કમિશ્નર(પ્રોજેકટ)ની યાદીમાં જણાવાયું છે.