રાજકોટ : મૂળ ફલ્લા (જામનગર) હાલ રાજકોટ નિવાસી સવજીભાઈ ધનજીભાઈ મારવણીયા (ઉં.વ. 88) તે ભગવાનજીભાઈ મારવણીયા, શાંતિલાલ મારવણીયા, વિનોદભાઈ મારવણીયાના પિતાનું તારીખ 30-3-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-4-2025 ને ગુરુવારે સવારે 8 થી 9 કલાકે તેઓના નિવાસ સ્થાન ઉમા શક્તિ, સાંઈનગર સોસાયટી, શેરી નં-7, રાજકોટ ખાતે અને બપોરે 4 થી 5 કલાકે આરાધના પેલેસ, અવની રોડ, અમૃત વાટીકા સોસાયટી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 10-4-2025 ને ગુરુવારના રોજ ઉમિયાજી પટેલ સમાજ, ફલ્લા, જિ. જામનગર ખાતે રાખવામાં આવી છે.