ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતે સમગ્ર સીમમાં ઉભા પાકને વિકરાળ આગ જપેટમાં લઇ લ્યે તે પહેલા કટર મુકી શક્ય એટલો પાક હાથ વગો કર્યો હતો.બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક લિબડુયુ વાડી 345 સર્વે નંબરના ખેડુત રસુલભાઈ ગાજીભાઈ માથકિયા એ વાત કરતા જણાવ્યું હતું કે અમારી સિમના ઉગમણે કોરથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અમોના ખેતર તરફ આગળ વધી હતી. અમારી ટપક સિંચાઈ પધ્ધતિ માટે શેઢે પડેલી પાઈપ બળીને ખાખ થઈ ગઈ હતી. સદભાગ્યે અમે પાકની લણની કરી લીધી છે પરંતુ પાઈપ બળી જતા ભારે નુકસાન થયું છે આજુ બાજુના ખેડુતનું નુકસાન જોવા કોઈ આવ્યુ હતું. જો કે મારે નુકસાન થયું છે છતા કોઈ અહી ડોકયુ કરવા ન આવ્યાનો બળાપો ખેડૂતે કાઢ્યો હતો ત્યારે લગત તંત્ર તાકીદે આ અંગે તપાસ હાથ ધરી આગ લગાવનાર સામે કાર્યવાહી અને વળતર આપે તેવી માંગ કરાઈ છે.