કર્મચારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરાઈમોરબી : મોરબી મહાપાલિકાના સિટી સિવિક સેન્ટરમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને એજન્સી દ્વારા થતી હેરાનગતિને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. કર્મચારીઓએ પોતાની રજુઆતમાં જણાવ્યું કે તેઓ છેલ્લા ચાર માસથી મહાનગરપાલીકાના સીટી સીવિક સેન્ટર ખાતે ફરજ બજાવે છે. તેઓની સિલ્વર ટચ એજન્સી મારફત નિમણુક થયેલી છે. પરંતુ કોઈપણ પ્રકારનો વર્ક/ઓફીસ ઓર્ડર કે પગાર સ્લીપ આપેલ નથી અને આપવાની ના પાડે છે. દરેકને ફિક્સ પગાર અલગ અલગ ધોરણે આપવામાં આવે છે. છેલ્લે માર્ચ માસનો પગાર બાકી છે તે પહેલા અમારી પાસેથી ઈપીએફ પેટે રોકડા રૂ.4500 થી 5400 સુધીની અલગ અલગ કમચારીઓ પાસે માગણી કરેલ છે અને આ રકમ પણ તેઓએ રોકડમાં માગેલ છે હજુ અમારું ઈપીએફનું ખાતુ ખુલ્યુ પણ નથી..વધુમાં આ બાબતે અમો એ પૂછપરછ કરતા એજન્સીએ અમો બધાને આવતીકાલથી ફરજમાંથી છુટા વાનું કહેલ છે.અમે ફરજ નિયમિત બજાવીએ છીએ. સવારે 8:45 થી સાંજના 6:15 સુધી હાજર રહીએ છીએ અને આ બાબત મહાનગરપાલીકાના બને નાયક કમિશનર પણ વાકેફ છે. છતાં અમને ખોટી કનડગત કરી હેરાન કરવામાં આવે છે. જેથી ન્યાય કરવામાં આવે તેવી માંગ છે.