મરબી : સેવાભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા સ્વ. રજનીકાંત હસમુખભાઈ ગાંભવાની સ્મૃતિમાં તારીખ 7 એપ્રિલના રોજથી મહર્ષિ સુશ્રુત મેડિકલ સાધન સહાય કેન્દ્રનો આમરણમાં શુભ આરંભ થવા જઈ રહ્યો છે. 7 એપ્રિલના રજ સાંજે 5-30 કલાકે આમરણ બસ સ્ટેન્ડ પાસે પાણી પરબ સામે આ કેન્દ્રનો શુભારંભ થશે.આ મેડિકલ સાધન સહાય કેન્દ્રમાંથી જરૂરિયાતમંદોને મેડિકલના સાધનો અર્થો પલંગ, વ્હીલચેર, કોમ્બોચેર, હોકર, વોટરબેડ, એરબેડ, ચાર પાયા વાળી લાકડી,યુરિન પોટ, બેડ પાન (ફુલપોટ) જેવા મેડિકલ જરૂરિયાતના સાધનો જરૂરિયાતમંદોને નિશુલ્ક જરૂરિયાત ટાઈમ માટે વાપરવા આપવામાં આવશે.