મોરબી : વજેપર ગામે સ્વ. વેલીબેન દાનાભાઈ પરમારના બેસણા પ્રસંગે પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 105 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. વજીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરમાં સેવા આપતા કર્મચારી જીજ્ઞાબેન પરમારે પોતાના દાદીમાને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજને પ્રેરણા આપી હતી. રક્તદાન કેમ્પના આયોજકોને સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ અભિનંદન આપ્યા હતા.